આર્થિકથી લઈ ઈંધણની કટોકટીમાં હોમાયેલા પાકિસ્તાનમાં હવે વિજ કટોકટી ઘેરી બની છે અને રાજધાની ઈસ્લામાબાદ સહિતના પાકના મહત્વના શહેરો લાહોર, કરાચીમાં રાત્રીના કલાકો સુધી વિજળી ગુલ રહેતા અફડાતફડી વ્યાપી ગઈ હતી.
પાકિસ્તાનના અનેક શહેરોમાં વિજ કટોકટીના કારણે અગાઉથી જ રાત્રીના 8.30 ના દુકાનો તેમજ વ્યાપારી સંસ્થાનો બંધ કરાવી દેવામાં આવે છે. પરંતુ ગઈકાલની વિજ કટોકટી અભૂતપૂર્વ હતી. રાજધાની ઈસ્લામાબાદના અનેક મહત્વના અને વિદેશી દૂતાવાસ સહિતના વિસ્તારોમાં વિજળી પુરવઠો ખોરવાયો હતો. લાહોર અને કરાચીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી અને રાત્રીના શરુ થયેલ વિજ કટોકટી સવાર સુધી ચાલી હતી. તમામ ટ્રાન્સમીશન લાઈન ટ્રીપ થઈ ગઈ હોવાનો સરકારી દાવો છે પરંતુ માનવામાં આવે છે કે ઈસ્લામાબાદમાં 117 ગ્રીડ સ્ટેશનો પર વિજળી જવી એ પ્રથમ ઘટના છે.
			
                                
                                



