શાહરૂખખાન-દિપિકા પાદુકોણ સ્ટારર યશરાજ ફિલ્મસની ફિલ્મ ‘પઠાન’ 25 મી તારીખે રીલીઝ થઈ રહી છે.ત્યારે કેટલાંક સંગઠનો દ્વારા ફીલ્મ સામે વિરોધ યથાવત છે. આ ફીલ્મને સેન્સર બોર્ડે સર્ટીફીકેટ આપી દીધુ છે. મેકર્સે પણ વિવાદાસ્પદ ગીત કે દ્રશ્યો દુર કરી દીધાની ખાતરી આપી છે. તેમ છતા કેટલાંક લોકો ફીલ્મનો વિરોધ કરી રહ્યા છે
ગુજરાતમાં સુરત સહીત કેટલાંક શહેરોમાં ફીલ્મના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા તો આસામમાં ગુવાહાટીમાં બજરંગ દળે ફીલ્મનાં પોસ્ટર સળગાવતા શાહરૂખખાને આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિશ્વાને રાત્રે 2 વાગ્યે ફોન કર્યો હતો. આ મામલે આસામનાં મુખ્યમંત્રી બિશ્વાએ જણાવ્યું હતું કે મે તેને ખાતરી આપેલી કે રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની ફરજ છે. ફીલ્મના પોસ્ટરો સળગાવવાની ઘટના અંગે અમે તપાસ શરૂ કરી છે.
જોકે શનિવારે સીએમે મીડીયાને જણાવ્યું હતું કે કોણ છે શાહરૂખખાન? હું તેને કે તેની ફીલ્મો વિષે કઈ નથી જાણતો તેમને ફોન નથી કર્યો, તેમ છતાં બોલીવુડમાંથી ઘણા લોકો આવુ કરે છે. સમસ્યાઓને લઈને જો આવુ કંઈ થશે તો હું મેટર જોઈશ જોકે આ અંગે રવિવારે કબુલ્યુ હતું કે શાહરૂખનો ફોન આવ્યો હતો.