રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે આ સાથે જ હવામાન વિભાગે પણ ત્રણ દિવસ હાડ થીજતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ રાજ્યમાં પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજુપણ 3 દિવસ સુધી યથાવત રહેશે. ગાંધીનગરમાં તાપમાન ગગડતા 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યના આઠ શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચું નોંધાયું હતું.
નોંધનીય છે કે આજેપણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કાતિલ ઠંડીના લીધે લોકો બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળી રહ્યા છે. મેટ્રો સીટી અમદાવાદ,કચ્છ, અને ભાવનગરમાં પારો ગગડશે તેવી વકી છે. ઉત્તર ભારતમાં પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં બે દિવસ સુધી પારો ગગડતો જોવા મળશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ઉચ્ચ ભેજ સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાદમાં 24 થી 26 જાન્યુઆરી વચ્ચે તે વધુ તીવ્ર થવાની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં 24 અને 25 અને ઉત્તરાખંડમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થશે.જેના લીધે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ જોવા મળશે