લદ્દાખના સમાજ સુધારક સોનમ વાંગચુકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદ્દાખની સુરક્ષા ચૂસ્ત કરવાનો આગ્રહ કર્યો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશનો 2/3 ગ્લેશિયર વિલુપ્ત થવાનો છે. બોલિવૂડ ફિલ્મ થ્રી ઈડિયટ્સ સમાજ સુધારક સોનમ વાંગચુકથી પ્રેરણા લઈને બનાવામાં આવી છે.
સોનમ વાંગચુકે ભાર આપીને કહ્યું કે, લદ્દાખને ઉદ્યોગોને સુરક્ષા આપવામાં ઉણા ઉતર્યા અને આવી લાપરવાહી ચાલુ રહેશે, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. તેનાથી ભારત સહિત તેના પાડોશી દેશોમાં પણ પાણીની ભારે તંગી સર્જાશે.
વાંગચુકે કહ્યું કે, જો કોઈ રસ્તો નહીં કાઢવામાં આવે તો, લદ્દામાં ઉદ્યોગ, પર્યટન અને વાણિજ્ય વધતા જશે અને આ કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. કાશ્મીર વિશ્વ વિદ્યાલય અને અન્ય શોધ સંગઠનોએ હાલના અધ્યયનમાં તારણ કાઢ્યું છે કે, લેહ લદ્દાખમાં લાપરવાહીના કારણે અહીંના લગભગ 2/3 ગ્લેશિયર સમાપ્ત થઈ જશે. ત્રીજૂ તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવતી નથી. સાથે જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, રાજમાર્ગો અને માનવીય ગતિવિધિઓથી ઘેરાયેલા ગ્લેશિયર વધારે ઝડપથી પીઘળી રહ્યા છે.
બાળકો અને સ્થાનિક લોકોને આપી સલાહ
તેમણે કહ્યું કે, ફક્ત અમેરિકા અને યૂરોપ જ ગ્લોબલ વોર્મિંગના કારણે થતા જળવાયુ પરિવર્તન માટે જવાબદાર નથી, પણ સ્થાનિક પ્રદૂષણ પણ એટલી જ રીતે જવાબદાર છે. તેમણે આગ્રહ કર્યો કે, આ પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયી વિસ્તારોને આ ઔદ્યોગિક શોષણથી સુરક્ષા આપે, કેમ કે આ લોકોના જીવન અને નોકરીઓને પ્રભાવિત કરશે. જો કે, મારુ માનવુ છે કે, સરકાર ઉપરાંત લોકોએ પણ એટલી જ હદે જળવાયુ પરિવર્તનને લઈને ચિંતિત થવું જોઈએ. કમસેકમ તેના ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ. તેમણે બાળકોને અપીલ કરી છે કે, તે ભોજન અને કપડા બર્બાદ ન કરે, કેમ કે આ પર્યાવરણને ટેકનિક રીતે નુકસાન પહોંચાડે છે.