મહીસાગરના સંતરામપુરમાં બાઇકના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક સાથે ૧૦૦ જેટલા બાઈકો સળગ્યા હતા. તેમજ આગ લાગતા શો રૂમમાં રહેલા સાધન સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી.
મહિસાગરના સંતરામપુર ખાતે આવેલ હોંડા કંપનીના બાઈકના શો-રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા શો-રૂમમાં રહેલ સામગ્રી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા તાબડતોબ ફાયર ફાઈટર દોડી આવ્યું હતું. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. શો-રૂમના માલિકના જણાવ્યા મુજબ શો-રૂમની અંદર 100 જેટલી બાઈક હતી અને અન્ય સ્પેરપાર્ટસ મળી રૂપિયા દોઢ કરોડનું નુંકશાન થયાની આશંકા છે.