આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે, જોકે તેમણે ગયા વર્ષે જ તેમના સંબંધોને ‘ઇન્સ્ટા-ઑફિશિયલ’ બનાવ્યો હતો. આ કપલે 23 જાન્યુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા. અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે સોમવારે સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા.
સુનીલ શેટ્ટી તેના પુત્ર અને અભિનેતા અહાન શેટ્ટી સાથે મીડીયાના મિત્રોને મીઠાઈ વહેંચવા માટે બહાર નીકળ્યા હતા અને તે હવે સત્તાવાર રીતે સસરા બન્યા છે તે વિશે ટિપ્પણી કરી હતી. એક વિડિયોમાં અભિનેતાને મીડિયાનો આભાર વ્યક્ત કરતા સાંભળી શકાય છે. દંપતિએ તેમના લગ્ન વિશે મૌન સેવ્યું હતું પરંતુ ફાર્મહાઉસની બહારની લાઇટો અને અવાજોએ લગ્નની પુષ્ટિ કરી હતી. કથિત રીતે લગ્નના ઉત્સવોની શરૂઆત 21 જાન્યુઆરીએ લેડીઝ નાઈટથી થઈ હતી. આકાંક્ષા રંજન પણ આ ઉજવણીમાં સામેલ થઈ હતી. રવિવારે સંગીત પણ હતું.
આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે આ કપલ મોટા સમારોહ સાથે લગ્ન નથી ઈચ્છતા. તેઓ એક દંપતી છે જે ખરેખર નાનું, ખૂબ જ સરળ ફંક્શન રાખવા માંગે છે. છેવટે, તે તેમની ઇચ્છા છે અને પિતા તરીકે, હું ફક્ત તેમના માટે શ્રેષ્ઠ ઇચ્છીશ.” આથિયાએ અગાઉ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના લગ્ન અંગેની સતત અફવાઓ પર હાંસી ઉડાવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું કે, “મને આશા છે કે મને 3 મહિનામાં યોજાનાર આ લગ્નમાં આમંત્રિત કરવામાં આવશે, lol.” આ પહેલા સુનીલે કહ્યું હતું કે બંને તેમના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા પછી જ લગ્ન કરશે.