દેશમાં વિવિધ કંપનીઓ દ્વારા તેના નફાના 2% રકમ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી પાછળ ખર્ચવાનું ફરજીયાત છે અને કંપનીઓ તે માટે વિવિધ ચેરીટી-કાર્ય કરે છે જેમાં દર વર્ષે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જેમાં કંપનીઓ આ યોજના હેઠળ ચલાવતા કાર્ય માટે થતી ખરીદીમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ચૂકવે છે તેનું ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવે છે પણ હવે કેન્દ્રીય બજેટમાં જીએસટી સુધારા હેઠળ આ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ બંધ કરવામાં આવે તેવા સંકેત છે.
દેશની જાયન્ટસ કંપનીઓ દર વર્ષે આ પ્રકારે જંગી રકમ ખર્ચે છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાકીય ખર્ચ 2020-21માં રૂા.922 કરોડ ટાટા ક્ધસલ્ટન્સી દ્વારા રૂા.674 કરોડ જેવો જંગી ખર્ચ કર્યો હતો અને તેમાં જે ખરીદી થાય છે તેમાં ચૂકવેલા જીએસટીમાં તેઓ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ ઉઠાવે છે. પરંતુ આ પ્રકારના અનેક ખર્ચ અને તેમાં પર મેળવાતા ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં મોટી રકમ ‘શંકાના ઘેરાવા’ માં છે અને તેથી જ કેન્દ્ર સરકાર હવે જીએસટી એકટની કલમ 16-17 જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ અંગેની છે તેમાં સુધારા કરશે.