કામરેજનો આ કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. એક દંપત્તિનો ગુનો એ છે કે પોતે માતૃત્વ ધારણ નહીં કરી શકતા બીજી માતાના કાળજાના કટકાનું અપહરણ કર્યું અને બીજી માતા કહે છે દીકરા માટે છ-છ વર્ષ રડી રડીને કાઢ્યા છે. હવે તો મારો દીકરો મને પાછો આપો તો બીજી તરફ દીકરો પોતાની મા નહીં હોવા છતાં છોડવા માંગતો નથી.
કામરેજ પોલીસની હદમાં આવેલા કઠોર CSC સરકારી હોસ્પિટલમાંથી સુફિયાબેન મોહમ્મદ અન્સારીનું એક દિવસના બાળકનું અજાણ્યા ઈસમે રસી મુકવાના બહાને અપહરણ કર્યું હતું જેનો ગુનો કામરેજ પોલીસ મથકમાં 2017 માં ઈ. પી. કો કલમ 363,365,368 મુજબ નોંધાયો હતો. આ ગુમ થયેલા બાળકને શોધવા કામરેજ પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યું હતું છતાં બાળક મળ્યું નોહતું, જેનો ભેદ 6 વર્ષ બાદ ઉકેલાયો છે
કામરેજ પોલીસે બાળક સાથે દંપતીને ઝડપી પાડતા પૂછપરછ કરતા તેઓએ ચોકાવનારો ખુલાસો કર્યો હતો. 2017માં આ બાળકીનું અપહરણ એટલા માટે કર્યું હતું કે આરોપી કમલેશ ઓડ અને નયના લગ્ન 2014 માં થયા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. પતિ કમલેશ 108 એમ્બયુલન્સમાં કિમ ખાતે ઈ. એમ. ટી (ડોક્ટર)હોય એટલે ક્યાં તાજું બાળક જન્મ્યું હશે એ માટે તેણે કામરેજની કઠોર સરકારી દવાખાનામાં આંટા ફેરા કર્યા અને રાત્રે મુસ્લિમ દંપત્તિના તાજા જન્મેલા બાળકને રસી આપવાની કહી બાળકનું અપહરણ કરી અમદાવાદ ભાગી ગયો હતો અને ત્યાર બાદ પોતાના વતન ગયો હતો. આજે એ એક દિવસનું બાળક 6 વર્ષ 18 મહિનાનું થઇ ગયું છે. એનું નામ આ દંપતી એ સ્મિથ રાખ્યું છે.
6 વર્ષ પહેલા બાળક અપહરણની ઘટના પરથી કામરેજ પોલીસે ભેદ તો ઉકેલી નાખ્યો છે પણ હવે પોલીસ પણ મુંઝવણમાં છે. પોલીસે આરોપી દંપતીનો કબ્જો લીધો છે પણ સ્મિથ આજે પોતાના અસલી માં બાપ પાસે જવા તૈયાર નથી કેમકે સ્મિથ માટે તો આજે આરોપી કમલેશ અને નયનાને જ પોતાના માં બાપ માની રહ્યો છે. પોલીસ અને અસલી માં બાપના લાખ પ્રયાસ પછી પણ બાળક અસલી માં બાપ પાસે જઈ રહ્યો નથી. જન્મ આપનારીએ મા જેણે નવ નવ મહિના સુધી જીવથી પણ વધારે સાચવ્યું જેનું લાલન પાલન કર્યું પણ કમનસીબી જુઓ સગી જનેતા પોતાના કાળજાના કટકાને સામે જોયા પછી પણ તેની ગોદમાં લઈ રમાડી શક્તિ નથી. કેમકે બાળક નકલી માં બાપ ને અસલી માની રહ્યો છે. પોલીસે દંપત્તિને કોર્ટમાં રજૂ કરી અને બાળકનો કબ્જો કોને આપવોએ કોર્ટ નક્કી કરશે એક મહિલા દીકરાના પ્રેમને પામવા ગુનેગાર બની ગઈ અને બીજી મહિલા પોતાના સગા દીકરાને જન્મ આપ્યા બાદ પણ બાળકના વ્હાલ થી વંચિત રહી છે.