ઝારખંડના પલામુ જિલ્લાના છતરપુર ડુમરિયા રોડના ભાંગિયા વળાંક પાસે એક ઝડપી સ્કોર્પિયોની ટક્કરથી ચાર યુવકોના મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની પુષ્ટિ કરતા નૌદિહા પોલીસ સ્ટેશનના અમન કુમારે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તમામ વળાંક પર ઉભા હતા ત્યારે સ્કોર્પિયોએ અડફેટમાં લેતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા છે.એકની હાલત ગંભીર છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકના મિત્ર આશિષ કુમારએ જણાવ્યું કે અમે બધા ક્રિકેટ રમતા વળાંક પર ઉભા હતા ત્યારે અચાનક એક ઝડપી સ્કોર્પિયો બધાને કચડીને મેદાનમાં જઇન્ પલટી હતી મૃતકોમાં નીતિશ કુમાર (14), વિવેક કુમાર (15), આશિષ કુમાર (14) અને ફિરોઝ અંસારી (16)ના નામ સામેલ છે. ગૌરવ કુમાર (15)ની હાલત ગંભીર છે. સ્કોર્પિયોના ચાલકને પણ ગંભીર હાલતમાં છે તેને પણ મેદિનીનગરમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ અકસ્માતના માર્યા ગયેલા લોકોના પરિવારજનોને જાણ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે સઘન તપાસ કરી રહી છે.