રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. આ કારણે ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 2 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
એજ રીતે ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા.3થી11 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.