ભાવનગરને વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ મળવા છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતાં નથી અને લોકો તેના લાભથી વંચિત રહ્યા છે ત્યારે હવે દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લઈ પ્રોજેક્ટની સમીક્ષા કરવા કમિશનરે ખાતરી ઉચ્ચારી હતી. સાધારણ સભામાં વિપક્ષે વિકાસ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહિ થતા મોંઘવારીનો આર્થિક માર પ્રજાના શિરે આવી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરમાં રીંગ રોડ, કંસારા સજીવી કરણ, સિકસલેન, ફ્લાયઓવર જેવા આઇકોનિક પ્રોજેક્ટ મહિનાઓ અને વર્ષો વીત્યાં બાદ હજુ અધ્ધરતાલ સ્થિતિમાં છે, બીજી બાજુ મોંઘવારી, ભાવ વધારો આસમાને પહોંચ્યા છે આથી પ્રોજેક્ટ ખર્ચ ડબલ કે ત્રણ ગણો વધ્યો છે જે સમગ્ર માર પ્રજાના શિરે જ છે, શાસકો અને તંત્ર વાહકોની ગતિશીલતા સામે સવાલ ઉઠાવી વિપક્ષે રોષ વ્યક્ત કરતા મ્યુ. કમિશનર ઉપાધ્યાય એ દરેક વિકાસ કાર્યોની સમીક્ષા કરવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટિંગ કરી વિકાસને વેગ આપવા ખાતરી આપી હતી.