મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં IPS પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ “પુણ્યમ પૂંગાવનમ” દ્વારા સાથે મળીને કરવામાં આવેલ ઓનલાઇન પૂજન દર્શન અને આરતીના કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા હતા.
દક્ષિણ ભારતમાં સ્વચ્છતા માટે સક્રિય પણે કામ કરતા પુણ્યમ પુંગાવનમ સમૂહના સ્વયંસેવકો દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને ઓનલાઇન પૂજન દર્શનના આ કાર્યક્રમને આતિથ્ય પ્રદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેમના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ આધ્યાત્મિક ભાવના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસાર કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ રાષ્ટ્રીય કક્ષાએ આ કાર્યક્રમ યોજવા માટે સહભાગી બન્યું હતું.
આ કાર્યક્રમમાં દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજય ના 51 શિવ મંદિરો અને 1001 થી વધુ ભક્તો વર્ચ્યુલ પૂજન માં જોડાયા હતા. આ અદભુત શિવપૂજનના સંગમના હજારો દર્શનારથીઓ સાક્ષી બન્યા હતા. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિવપૂજનના આ રચનાત્મક આયોજનને બિરદાવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમના આયોજનમાં સહભાગી થયેલ તમામને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારના આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરનારા કાર્યક્રમ યોજવા માટે શુભકામનાઓ આપી હતી.