નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અત્યારે ટેક્નોલોજીના યુગમાં દરેક વસ્તુ સંભવ છે. નવી નવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે હવે ભારતમાં ઉડતી બસ આવવાની છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારતમાં ઉડતી બસ આવશે. ઉડતી બસને લઈને અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે અને ઉડતી બસનું સપનું જલ્દી પૂર્ણ થશે.
ભારતમાં ઝડપથી રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઈલેક્ટ્રિક કાર પણ રસ્તામાં જોવા મળી રહી છે. મેટ્રો, પૉડ ટેક્સીનો તો અત્યારે જમાનો છે. ડ્રોનથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાઈડ્રોઝનથી ચાલનારી ગાડીઓ અંગે ઝડપથી રિસર્ચ ચાલી રહ્યું છે અને થોડા જ સમયમાં તેમાં પણ ટેક્સ પણ ઘટાડવામાં આવશે અને ઈલેક્ટ્રિક ગાડીઓ સાથે હવામાં ઉડતી ગાડીઓ પણ આવશે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કેન્દ્રીય પરિવહન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારતમાં પણ ઉડતી બસ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.ફિલીપીંસમાં ઉડતી બસોને ઓપરેટ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ ઉડતી બસને ઓપરેટ કરવી સંભવ છે. બજેટમાં આપવામાં આવેલા હાઈડ્રોજન મિશન અંગેના ફંડનો પણ ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો.
ગ્રીન હાઈડ્રોજનને લઈને નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોલસાથી બ્લેક હાઈડ્રોજન બને છે. પેટ્રોલિયમથી બ્રાઉન હાઈડ્રોજન બને છે અને પાણીથી ગ્રીન હાઈડ્રોજન બને છે. ગડકરીએ વધુમાં જણાવ્યુ કે, બાયોવેસ્ટ મીથેનથી હાઈડ્રોજન અંગે ઝડપથી કામ થઈ રહ્યું છે. આની કિંમત પણ 300 રૂપિયા પ્રતિકિલો છે ટેક્સ ઘટાડીને આની કિંમત પણ 100 રૂપિયા પ્રતિકિલો કરવામાં આવશે. 1 કિલો હાઈડ્રોજનથી કાર 450 કિલોમીટર ચાલશે એટલે કે 100 રૂપિયામાં 450 કિલોમીટર.
મારી પાસે ઈથેનૉલથી ચાલવાવાળી સ્કૂટર છે
નીતિન ગડકારીએ કહ્યું કે, મારી પાસે ઈથેનૉલથી ચાલવાવાળી સ્કૂટર છે. હું ઈલેક્ટ્રિક કારની વાત કરતો હતો ત્યારે લોકો મને પ્રશ્નો કરતા હતા. મને કહેવામાં આવતુ હતુ કે, રોડ વચ્ચે જ બેટરી પૂર્ણ થઈ જશે તો શું થશે? હવે ઈલેક્ટ્રિક કાર અને ટૂ વ્હીલર આવી ગયા કોઈની રોડ વચ્ચે બેટરી પુરી થઈ? જ્યારે હું કહેતો કે, દિલ્લીથી મેરઠ 40 મિનિટમાં પહોંચાશે તો લોકો મારા પર હસતા હતા. પરંતુ આ શક્ય બન્યુ. હવે દિલ્હીથી જયપુર, દિલ્હીથી દેહરાદૂન અને દિલ્લીથી હરિદ્વારની મુસાફરી પણ 2 કલાકમાંજ પૂર્ણ થશે.