મહાપાલિકા દ્વારા આજે કાળીયાબીડ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધરાયું હતું અને જાહેર રસ્તા પર અડચણરૂપ તેમજ ગેરકાયદે ખડકાયેલા કેબિન, બાકડા વિગેરે હટાવાયા હતા.
પાણીની ટાંકી, વિરાણી સર્કલ, ભગવતી સર્કલ થઈ છેક સરદાર પટેલ સ્કૂલ સુધી રાઉન્ડ લઈ દબાણો હટાવાયા હતા. જાેકે, નગરજનો હવે મેગા ડીમોલેશન માટે રાહ જાેઈ રહ્યા છે. કોમ્પલેક્ષના પાર્કિંગ ચણી લઈ દબાણો કરાયા છે તેવા પાકા અને મોટા દબાણો સામે તંત્ર કયારે ખોંખારો ખાશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.