ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સને એલ.સી.બી.એ રોકડ રકમ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગરમાં સુભાષનગર, દેવીપુજકવાસવાળા ખાચામાં આવેલ જય અંબે ફ્લેટ સામે રોડ ઉપર જુગાર રમતા હિતેશ ભરતભાઈ સિસોદિયા, મુકુલ ભાવેશભાઈ સાંખટ, અભિષેક જીવરાજભાઈ બારૈયા, યશ દિલીપભાઈ મકવાણા, ધીરુ ધરમશીભાઈ દૂધમલીયા અને રાકેશ ઉર્ફે લાલુ ઝવેરભાઈ મકવાણાને એલ.સી.બી.એ ઝડપી લઇ પટમાંથી રૂ.૧૭,૪૧૦ રોકડા કબજે કર્યા હતા અને તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.