બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામમાં રહેતા માલધારી યુવાનની જૂની અદાલતે હત્યા કરી નાખવામાં આવતા બોટાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર અને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હત્યાની આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામમાં રહેતા માલધારી યુવાન નવઘણભાઈ ઝાલાભાઇ જાેગરાણા ( ઉં.વ. ૩૦ ) ની જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મુન્નાભાઈ જાેગરાણા અને તેજાભાઈ જાેગરાણાને પણ ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે બોટાદ અને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા બોટાદ પોલીસ કાફલો સોનાવાલા હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તેમજ ઘટનાના પગલે માલધારી સમાજના આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા.