Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુવકને બે શખસે તલવારથી રહેંસી નાખ્યો

તમામ ઘટનાના સીસીટીવી સામે આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-02-07 11:08:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આજે બપોરે યુવક ઉપર તલવારથી હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક યુવકનું ઉપરાછાપરી તલવારના ઘા ખાતાં મોત નીપજ્યું છે. આ તમામ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકને તલવારના ઘા ઝીંકાઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.

આ બનાવમાં મોહમ્મદફેઝાન નાસીરહુસૈન અત્તરવાલા (મોમીન) (ઉં.વ. 23) (રહે.મ.નં.3, સૈયદાબાઈની ચાલી, સૈયદવાડી, વટવા)એ ફરિયાદ નોંધાવી હતી કે, હું અને મારો ભાઈ કાસીમહુસૈન નાસીરહુસૈન અત્તરવાલા તથા મારાં માસીનો દીકરો સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીન સાથે અમારાં નાની બાનોબીબીને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી અમે ત્રણેય જણા મારી રિક્ષા લઇને અમારા ઘરેથી હોસ્પિટલ ખાતે જતાં હતાં.દરમિયાન આશરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે અમે સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યા. એ વખતે અમારી રિક્ષાની પાછળ એક રિક્ષામાં સાદીકહુસૈન ઉર્ફે દાદા જહીરહુસૈન મોમીન તથા રફીકહુસૈન જહીરહુસૈન મોમીન તથા લિયાકતહુસૈન જહીરહુસૈન મોમીન તથા નાસીરહુસૈન અલ્તાફહુસૈન મોમીન બેઠેલા હતા અને સાદીકહુસૈનના હાથમાં તલવાર હતી. રિક્ષાના પાછળના ભાગે નાસીરહુસૈન તથા રફીકહુસૈન બેઠેલા હતા, જેમાં નાસીરહુસૈનના હાથમાં તલવાર હતી.
મેં તેમને અમારી રિક્ષાને ઓવરટેક નહીં કરવા દઈ અમારી રિક્ષા સિંધી માર્કેટથી પાંચકૂવા દરવાજા તરફ ભગાડતા અન્ય રિક્ષામાં બેઠેલા સાદીકહુસૈન તથા નાસીરહુસૈને અમારી રિક્ષા ઉપર તલવાર વડે હુમલો કરતા અમે ગભરાઈ ગયા હતા અને અમે પાંચકૂવા દરવાજા ખાતે પહોંચ્યા હતા. આ સાદીકહુસૈને ફરીથી પોતાની પાસે રહેલી તલવાર વડે મારી ઉપર હુમલો કરતાં મને પીઠના ભાગે સામાન્ય ઘસરકો પડ્યો હતો, જેથી મેં રિક્ષાને પૂરઝડપે જવા દીધી, પરંતુ ત્યાં ટ્રાફિક હોવાથી અમે ત્રણેય જણા રિક્ષામાંથી સુપર તવા પાસે ઊતરી ગયા અને ત્યાંથી આગળ ભાગવા લાગ્યા હતા.
એ વખતે સાદિકહુસૈન પોતાના હાથમાં તલવાર તથા લિયાકતહુસૈને પોતાના એક હાથમાં ચપ્પુ તથા બીજા હાથમાં લોખંડનો સળિયો લઇને અમારી પાછળ અમને મારવા માટે દોડી આવ્યા હતા. મારો ભાઈ કાસીમહુસૈન ભાગતો હતો એ વખતે તેને પાછળથી આ સાદિકહુસૈને તલવાર વડે તેના સાથળના ભાગે તથા પીઠ ઉપર હુમલો કર્યો હતો મારા ભાઈ કાસીમહુસૈનને પણ તલવારના ઘા વાગ્યા હોવાથી તેની પણ સારવાર કરાવી હતી. એ દરમિયાન હોસ્પિટલના ડોક્ટરે સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીનને મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: Ahmedabadhatyakalupur
Previous Post

ભારત યાત્રા બાદ હવે પોરબંદરથીથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

Next Post

જંત્રી દર, પેપર લીક સહિત મુદ્દાઓ પર આજે કેબિનેટ બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

જંત્રી દર, પેપર લીક સહિત મુદ્દાઓ પર આજે કેબિનેટ બેઠક

UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.