સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી છે.
લીંબડી-રાજકોટ હાઈવે આજે ફરી મરણચીસોથી ગુંજી ઊઠ્યો છે. નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.