ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી જંત્રીમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ક્રેડાઇ દ્વારા નવી જંત્રીનો અમલ ગુજરાત સ્થાપના દિવસ, ૧ મે, ૨૦૨૩થી કરવા અનુરોધ કરાયો છે. સીજીડીસીઆર મુજબ પેઇડ એફએસઆઇમાં જંત્રીના ૪૦ ટકાના બદલે ૨૦ ટકા કરી આપવામાં આવે. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રિમિયમના દર જંત્રીના ૪૦ ટકાને બદલે નવી જંત્રીના ૨૦ ટકા કરવા પણ માગ કરાઇ છે. રહેણાંક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જુદી જુદી જંત્રી ઉપર ફક્ત ૨૦ ટકાનો જ વધારો કરવા અનુરોધ કરાયો છે.
કોઇ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લાં ૩ વર્ષના વેચાણ વ્યવહારોને વેલ્યુ ઝોનવાઇઝ વહેંચીને દરેક વેલ્યુ ઝોનની બજાર કિંમતને જંત્રી વેલ્યુ તરીકે આખરી કરવી જાઇએ. આથી એડહોક ૧૦૦ ટકાનો વધારો ન કરી સાયન્ટીફિક રીતે જંત્રી કરી આપવી, ૨૦૧૧માં એફએસઆઇ ૧.૮થી ૨.૨૫ સુધી હતી જે ૨૦૨૩માં એફએસઆઇ ૨.૭ કે ૫.૪ સુધી મળવાપાત્ર છે જેથી મકાનોની કિંમતમાં કોઇ ખાસ વધારો થયેલ નથી. તેથી રહેણાંક ફ્લેટ કે દુકાનોની જંત્રી ઉપર ફક્ત ૨૦ ટકાનો જ વધારો કરવા અપીલ કરાઇ છે.
આમ જાતા જા જંત્રીમાં વધારો થાય તો જીએસટી , સ્ટેમ્પ ડ્યુટી, કેપિટલ ગેઇન ટેક્સ વિગેરેમાં ધરખમ વધારો સામાન્ય પ્રજા ઉપર પડે છે. હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલા ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધારે થઇ જાય છે.
એફોર્ડેબલ હાઉસિંગના કિસ્સામાં જ્યારે યુનિટનો પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં ૧ ટકો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી આપવા જણાવાયું છે. હાલના એવા પ્રકરણો કે જેના વ્યવહારો પૂર્ણતાના આરે છે એવા કિસ્સામાં સામાન્ય માણસ ઉપર આકÂસ્મક વધારો બોજા સમાન બની રહેશે તેમ ભાવનગર ક્રેડાઈના હોદ્દેદારોએ જણાવેલ છે.
ઘણા કિસ્સાઓમાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી વિગેરે સાથે ગણી ચોક્કસ રકમથી વેચાણ કરેલ હોય છે એવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઇ કે છે. આથી આ પ્રકારના વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પૂરતો સમય મળી રહે તેવા હેતુને ધ્યાને રાખી નવી જંત્રીનો અમલ તા.૧ મે, ૨૦૨૩થી કરવામાં આવે તેવી અપીલ કરાઇ છે.