સામાન્ય રીતે માતા-પિતા કામમાં હોય કે પછી બાળક જીદ કરે ત્યારે તેમને મોબાઈલ ફોન આપી દેવામાં આવતો હોય છે, આવા કિસ્સામાં ફોન વધારે ગરમ થવાથી તેની બેટરી પર અસર થાય છે અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ડીસામાં સારવાર માટે આવેલી બાળકીના કિસ્સામાં પણ આમ જ થયું છે. બાળકી ફોન લઈને રમી રહી હતી અને તેમાં અચાનક ધડાકો થવાથી ગંભીર ઘટના સર્જાઈ છે 5 વર્ષની બાળકી કે જે મોબાઈલ ફોન લઈને રમતી હતી હતી અને અચાનક ફોનમાં ધડાકો થવાથી બાળકીને ગંભીર ઈજાઓ થઈ છે અને આ અકસ્માતમાં તેણે કેટલીક આંગળીઓ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના પરિવારમાં બનેલી આ ઘટનામાં બાળકીને સારવાર માટે બનાસકાંઠાના ડીસા લાવવામાં આવી છે.
રાજસ્થાનના બાડમેરમાં 5 વર્ષની બાળકી જ્યારે મોબાઈલ ફોન લઈને રમી રહી હતી ત્યારે અચાનક તેનો ધડાકો થયો હતો. આ ધડાકો એટલો ભયંકર હતો કે બાળકીની આંગળીઓ અને અંગૂઠો ગુમાવ્યા છે અને તેના મોઢા પર પણ ઈજાઓ થઈ છે. બાળકી સામે બનેલી ઘટના બાદ તેણે બૂમાબૂમ કરતા ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ગુજરાત લાવવામાં આવી છે. મોબાઈલ ફોનમાં થયેલા ધડાકામાં છોકરીએ બે હાથના અંગૂઠા અને આંગળીઓ ગુમાવી દીધા છે. મોબાઈલ બ્લાસ્ટ થતા માસૂમે ડાબા હાથનો અંગૂઠો અને આંગળીઓ ગુમાવી છે. જ્યારે જમણા હાથનો પણ અંગૂઠો ગુમાવ્યો છે.