રાજ્યમાં IAS અધિકારીઓના બદલીના દોરમાં વધુ બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરીને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂંક કરી દેવામાં આવી છે. જ્યારે આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.
મહત્વની વાત તો એ છે કે, થોડા દિવસ અગાઉ વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. જ્યારે ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો હતો જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ હતી. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. સોનલ મિશ્રાને પંચાયત-ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો હતો.