વર્લ્ડ ઈન્ટરઐચ્યુલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન-વાઇપોના જિનેવા ખાતેના હેડ ક્વાર્ટરમાં આસીસ્ટન્ટ કોર્ડીનેર્ટર-ટ્રેનર તરીકે ભાવનગરની તેજસ્વી યુવતી હેત્વી ત્રિવેદીની નિમણુંક થઈ છે. આ ઓર્ગેનાઈઝેશન સ્વિટઝરલેન્ડના જિનેવા ખાતે ૧૯૭૪થી કાર્યરત છે. અને અહિ નિયુક્ત મેળવવી તે ગૌરવની વાત છે.
ભાવનગરની ફાતિમા કોન્વેટ સ્કુલમાં અભ્યાસ કરી લંડનની પ્રતિષ્ઠિત લો સ્કુલમાં ઇનટેલેક્ચ્યુંઅલ પ્રોપર્ટી કાયદામાં માસ્ટર્સ કર્યા બાદ ભાવનગરની જ દીકરી હેત્વી ત્રિવેદીએ છેલ્લા ૧૦ વર્ષમાં ઇનટેલેક્ચ્યુંઅલ પ્રોપર્ટી રાઈટ્સના કાયદામાં રીસર્ચ ક્ષેત્રે દેશમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જુદાજુદા દેશોમાં તેના રિસર્ચ પેપરોનું પ્રકાશન અને લેકચરો હંમેશા ચાલુ હોય છે. લંડનથી એક પ્રતિષ્ઠિત પ્રકાશક દ્વારા ઇનટેલેક્ચ્યુંઅલ પ્રોપર્ટી રાઈટ્સ વિષે હેત્વી દ્વારા સહલિખિત એક બુકનું પ્રકાશન ૨૦૨૦માં થઇ ચુક્યું છે. આ ક્ષેત્રમાં તેના આ પ્રદાનની નોંધ લઇ વલ્ડ ઇનટેલેક્ચ્યુંઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (વાઇપો) દ્વારા તેની જીનીવા, સ્વીત્ઝરલૅન્ડ ખાતે ટ્રેઇનર તથા કો-ઓર્ડીનેટર, એશિયા પેસિફિક કન્ટ્રીઝ તરીકે નિમણુક કરવામાં આવી છે અને હેત્વી માર્ચ ૨૦૨૩થી જીનીવા સ્થિત વાઈપોના મુખ્ય મથકે તેનું કાર્ય શરુ કરશે. ઇનટેલેક્ચ્યુંઅલ પ્રોપર્ટી લો જેવા આંતરરાષ્ટ્રીય કાયદામાં કારકિર્દી બનાવી તેના સર્વોચ્ચ ઓર્ગેનાઈઝેશનમાં નિમણુક પામી હેત્વી દ્વારા ભાવનગરને ગૌરવન્વીત કરાયું છે.
આઈપી ઈન ઈમર્જીંગ ઈકોનોમિક્સમાં તેણીએ ભાગ લીધો હતો અને તેમાં પણ તેનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. આ પોષ્ટ પર બે ભારતીય સિનિયર પ્રોફેસરની નિયુક્ત કરવામાં આવી છે. અને ગુજરાતમાંથી એક માત્ર હેત્વી નિમણુંક પામી છે.
જાણીતા ઉદ્યોગપતિ અને લીલા ગૃપના સંચાલક કોમલકાંત શર્માએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે, આ માત્ર ભાવનગર જ નહી સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. નાના શહેરમાંથી કોઈ વ્યક્તિ પોતાની પ્રતિભાના જારે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોચે ત્યારે તેનું ગૌરવ થાય છે. તેણીના પરિવારને પણ આ માટે ખુબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ.






