નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.સી.એ. વિભાગ દ્વારા પ્રેક્સીસ ૨૦૨૩ના બેનર હેઠળ કોમ્પ્યુટર અને આઈ.ટી.નું એક્ઝીબીશન યોજાયું છે. ભાવનગર શહેર અને તેના આસપાસ ના વિસ્તારોમાં ઉધોગ સાહસિકો ને આઈ.ટી. નિષ્ણાંત મળી રહે તે હેતુથી પ્રેક્સીસ-૨૦૨૩ના શીર્ષક હેઠળ આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા ઇવેન્ટમાં કુલ ૧૨ ઝોનમાં ૬૫ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા. જેમાં કોણ બનેગા જ્ઞાની ક્વીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ શાળા કોલેજમાંથી વિધાર્થીનીઓ ભાગ લીધો હતો. લીડીગ એઝ ઝોનમાં અત્યારની વિવિધ ટેકનોલોજીના પ્રોજેક્ટ, નેટવ‹કગ ઝોન માં હાર્ડવેર તથા નેટવ‹કગના પ્રોજેક્ટ, રોબો ઝોનમાં રોબોટ્સ, ડી.જી. આર્ટ ઝોનમાં ગ્રાફિક્સ એનીમેશનને લગતા પ્રોજેક્ટ, ગેમ ઝોન માં વિવિધ સોફ્ટવેરથી તૈયાર કરેલ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત વેબોલોજી ઝોનમાં વિવિધ વેબસાઈટ, ઈ.ડી.યુ. ઝોનમાં એજ્યુકેશનના પ્રોજેક્ટ, ઇકો નેશન ઝોનમાં બેસ્ટ આઉંટ ઓફ કોમ્પ્યુટરના વિવિધ મોડલ તથા ડીજી. વર્લ્ડ ઝોનમાં ખાસ આકર્ષણ 3D સિનેમામાં જાવા મળ્યું.
આ સાથે આ મેગા ઇવેન્ટમાં ફૂડસ્ટોલની સાથે વિવિધ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન સમારોહમાં ઘરશાળા હાઇસ્કુલના આચાર્ય પ્રદીપભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.