લોક સેવા મંડળ ટ્રસ્ટ તળાજા તેમજ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા લોક સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ વિદ્યાલય બપાડાના આંગણે તા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાંધીજીની પ્રબોધિત વિકેન્દ્રિત ખાદી અને ગ્રામ ઉદ્યોગ પ્રવૃત્તિઓનું એક પ્રદર્શન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.