સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોÂસ્પટલ ભાવનગર દ્વારા તાજેતરમાં રોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પ પાલીતાણા તાલુકાના કુંભણ ગામે યોજાયેલ. જે અંતર્ગત કુંભણ, પાલીતાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા અંગેની જનજાગૃતિના અભિયાન માટે સર્વ રોગ હોમિયોપેથીક નિદાન કેમ્પ દ્વારા લોકો માટે વિનામૂલ્યે નિદાન કરી હોમિયોપેથિક સારવાર કરવામાં આવેલ અને ગ્રામજનોને આયુષ ની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં આદપર, અનિડા, બહાદુરગઢ, બહાદુરપુર, ભંડારીયા તથા આજુબાજુના અન્ય ગ્રામજનોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો.કાનાણી તથા ડો.ગીરીશ વાઘાણી, આચાર્ય ડો પ્રીતિબેન, ડો. પ્રદીપ મચ્છર, ડો.ભૌમિક હિરાણી, ડો.હિરલબેન બારૈયા, ડો. હાર્દિ ધોળકિયા તથા કોલેજ અને હોÂસ્પટલના તમામ શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી