કંગાળ થઈ ગયા પછી પણ ભારત સાથે સતત નકારાત્મક અને સંઘર્ષના માર્ગ રહેલા પાકિસ્તાન સામે હવે બ્રિટને પણ લાલ આંખ કરી છે. ખાસ કરીને બ્રિટનમાં કટ્ટરવાદ વધતો જાય છે. અગાઉ એક સમયે બ્રિટને જ ભારત વિરોધી ખાલીસ્તાનીઓ તથા ઈસ્લામીક કટ્ટરપંથીઓને આશરો આપ્યો હતો અને હવે બ્રિટનમાં ખાસ કરીને ઈસ્લામીક કટ્ટરપંથીઓ એક સમસ્યા બની ગયા છે.
હાલમાં જ બ્રિટનની સરકાર દ્વારા આગામી સમયમાં આ પ્રકારના કટ્ટરવાદ સામેની કાર્યવાહી માટે જે પુર્વે અભ્યાસ કર્યો તેમાં એ માહિતી બહાર આવી કે બ્રિટનમાં વસતા કટ્ટરવાદીઓને પાકિસ્તાન જ ભડકાવી રહ્યું છે અને તેના કારણે ભવિષ્યમાં બ્રિટનમાં પણ આતંકવાદ ફેલાવાનો ખતરો છે. એશિયન સમુદાયનો એક મોટો વર્ગ બ્રિટનમાં વસે છે જેમાં ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ગયેલા લોકો ઈસ્ટલંડન તથા તેના આસપાસના ક્ષેત્રમાં સ્થાયી થયા છે અને આ ક્ષેત્રમાં પાકિસ્તાની -બાંગ્લાદેશીઓના કારણે અહી વસતા ગોરા લોકો પણ હિજરત કરવા લાગ્યા છે પણ બ્રિટનના રિપોર્ટમાં જણાવ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને જે સતત ભારત વિરોધી પ્રચાર કરે છે તેની અસર બ્રિટનમાં મુશ્કેલીઓ પણ થવા લાગી છે અને તેઓ બ્રિટનમાં પણ ભારતીયોને દુશ્મન ગણવા લાગ્યા છે અને ભારત વિરોધી ભાવના ભડકાવે છે.
ઉપરાંત સીરીયા-તુર્કી-પેલેસ્ટાઈન વિ.ના મૂળ નિવાસીઓ અહી પશ્ર્ચીમી દેશો સામે સતત નફરત વધારી રહ્યા છે. આમ બન્ને તરફના કટ્ટરવાદનું જોર વધતા તેના કારણે ભવિષ્યમાં બ્રિટનમાં પણ મુશ્કેલી ઉભી થશે તો તેમાં પાકિસ્તાની ભૂમિકા વધતી ગઈ છે. ઉપરાંત તે શિખ ખાલીસ્તાનીઓને પણ ભારત વિરોધી ઉશ્કરે છે અને તેથી હવે બ્રિટન સરકાર આ પ્રકારના કટ્ટરવાદને રોકવા માટે ખાસ વ્યુહ રચના તૈયાર કરી રહ્યા છે.






