નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે તા. ૦૬ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ-ડે સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું છે. આજની યુવાપેઢી કેમ્પસ માં અભ્યાસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિ માં ભાગ લેતા હોય છે. જેમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવિધ ડે ની પણ ઉજવણી કરતા હોય છે. આ વિવિધ ડે સેલિબ્રેશન અંતર્ગત મિસ. એન.એમ.સી. ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આજની યુવા પેઢી માં ફેશનનું અનેરૂ મહત્વ છે દરેક વ્યક્તિ બીજાથી અલગ કઈ રીતે દેખાય તેવા કપડા તેનો લુક અને હેર સ્ટાઇલ જેવી અનેક બાબતોમાં ધ્યાન રાખતા હોય છે. આ ઉપરાંત આજના આધુનિક યુગમાં મોડલ બનવા માટે કઈ રીતે તૈયારી કરી શકાય તે માટે નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે મિસ એન.એમ.સી. ડે ઉજવવામાં આવ્યો હતો.