દુનિયાના એક બાદ એક દેશમાં સતત ભૂકંપને લઈ ચોંકાવનારી સ્થિતિ બની છે. આ તરફ તુર્કીયે-ભારત બાદ આજે અફઘાનિસ્તાનમાં ધરતીકંપ આવતા ડરનો માહોલ છવાયો છે. અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. મહત્વનું છે કે, આજે સવારે સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો વળી આસામમાં ગયા રવિવારે ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના કચ્છ શહેરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.
સોમવારે સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. નેશનલ ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વીય યુક્સોમમાં હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 70 કિલોમીટરની ઉંડાઈએ હતું
રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 6.47 વાગ્યે આંચકો અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.3 હોવાનું રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ જણાવ્યું છે. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 100 કિમી દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. દેશમાં એક મહિનામાં આ બીજો ભૂકંપ છે. નોંધનીય છે કે, આ દિવસોમાં દુનિયાના ઘણા દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગત સોમવારે આવેલા વિનાશક વાવાઝોડાને કારણે તુર્કી-સીરિયામાં 34000થી વધુ લોકોના મોત થયા હતા. તો વળી બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી ભારતના ઘણા રાજ્યોમાં સતત ભૂકંપ આવી રહ્યો છે.