મહુવામાં રાવળદેવ સમાજ દ્વારા ગઇકાલે નેસવડ ચોકડી પાસે સમુહ લગ્ન આયોજીત થયા હતા જેમાં ૧૭ પૈકી એક નવદંપતિમાં કન્યાની ઉંમર હજુ ૧૭ વર્ષ હોવાનું ૧૮૧ પાલિતાણા સેન્ટરને બાતમી મળી હતી આથી ૧૮૧ની ટીમે મહુવા દોડી જઇ સ્થાનિક પોલીસને સાથે રાખી લગ્ન સ્થળે દોડી ગયેલ. રાત્રીના લગ્ન હોવાથી જાન હજુ આવી ન હતી આથી આયોજકોની સાથે વાતચીત કરી તેને કાયદાની જાેગવાઇ અંગે સમજાવતા આયોજકોએ તુરંત જ વરપક્ષને જાણ કરી જાન ન લઇ આવવા જણાવી દીધુ હતું. જ્યારે તેનો મંડપ પણ દુર કર્યો હતો. આમ બાળલગ્ન અધિકારી દ્વારા બાળલગ્ન અટકાવાયા હતાં.