ભાવનગર-મહુવા-સોમનાથ નેશનલ હાઇવે પર મહુવામાં શનિદેવ મંદિર પાસે આજે સવારે પસાર થઇ રહેલા એક ટ્રકમાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને થોડા જ સમયમાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. બનાવના પગલે સાવચેતી દાખવીને ડ્રાઇવર ટ્રકમાંથી કુદી પડ્યો હતો આથી તેનો બચાવ થયો હતો. સદ્નસીબે કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી પરંતુ રોડ પર સળગતો ટ્રક રાહદારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પૂર્વે જ મહુવા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર એક વ્યÂક્ત જીવતા જ ભડથુ થઇ મોતને ભેટી હતી ત્યારે આ બનાવે એ દિવસની કરૂણાંતિકાની યાદ અપાવી હતી. આજના બનાવમાં ટ્રક સળગતો રહ્યો હતો પણ કોઇકારણોસર ફાયરબ્રીગેડ પહોંચી શક્યું ન હતું. (તસવીર: મુસ્તાક વસાયા)