પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતી મહિલાની એક વર્ષ પૂર્વે ગળે ટૂંપો દઈ હત્યા કરવાના ગુનામાં ભાવનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફરમાવી હતી, જ્યારે મૃતકના નણંદ અને સાસુને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણાના તળાવ વિસ્તારમાં આવેલ મોટા પીરની દરગાહ પાસે રહેતા ઈÂમ્તયાઝ અલારખભાઈ ડેરૈયા, તેની માતા જાનુબેન ઉર્ફે જેનમબેન અલારખભાઈ ડેરૈયા અને બહેન અફસાનાબેન ડેરૈયાએ ગત તા. ૨૦/૩/૨૨ ના રોજ બપોરના સમયે ઘરેલુ ઝઘડામાં ઈÂમ્તયાઝના પત્ની નરગીસબેનની ગળે ટૂંપો દઈ તેમજ ઓશિકા વડે શ્વાસ રૂંધાવી હત્યા કરી નાખી હતી.
આ બનાવવા અંગે મૃતક નરગીસબેનના પિતા રસુલખાન નવાબખાન બલોચ રહે. હિંમતનગરવાળાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ઈÂમ્તયાઝ ડેરૈયા, અફસાનાબેન ડેરૈયા અને જેનમબેન ડેરૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૩૪ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડિÂસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ. પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ અને એડિશનલ પÂબ્લક પ્રોસિક્યુટર મિતેશભાઇ મહેતાની ધારદાર દલીલો, આધાર પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈને અદાલતે આરોપી ઈÂમ્તયાઝ અલારખભાઈ ડેરૈયાને કસૂરવાર ગણી આજીવન કેદની સજા ફરમાવી હતી. જ્યારે આરોપીના માતા જેનમબેન અને બહેન અફસાનાબેનને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.