દેશમાં રાજયપાલોની ભૂમિકા અંગે સતત સર્જાતા જતા પ્રશ્નો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક આકરા નિરીક્ષણમાં રાજયપાલોની ભૂમિકા બંધારણીય છે તેવું સ્પષ્ટ થયું. સરકારની રચના માટે રાજયપાલ સલાહ આપે તેને સંપૂર્ણ ખોટું ગણાતા સ્પષ્ટ કહ્યું હતું કે રાજયપાલ રાજનીતિમાં દાખલ કરી શકે નહી.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારની રચના સાથે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે કરેલી રીટ અરજીની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશીયારી સંદર્ભમાં સુપ્રીમકોર્ટે આ ટીપ્પણી કરી હતી અને જણાવ્યું કે રાજયપાલ કઈ રીતે રાજકીય જોડાણ કે સરકારની રચના સહિત રાજકારણમાં દખલ કરી શકે નહી. આ પુર્વે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી હતી કે રાજયમાં ઉદ્ધવ ઠાકરેએ વિપરીત વિચારધારા લોકો સાથે સરકાર બનાવી હતી જેમાં ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધન સામે લડયા હતા તેની સાથે જ સતામાં ભાગીદારી કરી હતી પણ સુપ્રીમકોર્ટે આ ટીપ્પણીને રાજયપાલની રાજકીય સક્રીયતાના સ્વરૂપમાં લીધું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થઈ રહી છે. જેમાં ચીફ જસ્ટીસે પ્રશ્ન કર્યો કે રાજયપાલ કઈ રીતે રાજકીય સ્ટેન્ડ લઈ શકે! અમો ફકત એ કહેવા માંગીએ છીએ કે રાજયપાલે રાજકીય બાબતોમાં દખલ કરવી જોઈએ નહી. શિવસેનામાં બળવો કરીને ભાજપ સાથે સરકાર રચનાર એકનાથ શિંદે જૂથને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા ઉદ્ધવ ઠાકરેએ રીટ કરી છે.