શિવરાત્રી એટલે શીવને મેળવવા માટે જીવ માત્ર દ્વારા પુજન, અર્ચન અને આરાધના કરવાનો દિવસ, શિવરાત્રીના દિવસે આખો દિવસ અને રાત્રીના સમયે શિવાલયો હર હર મહાદેવનાના નાદ સાથે ગુંજી ઉઠશે. અને આ દિવસે શિવભક્તો દ્વારા રાત્રે અલગ અલગ પ્રહરોમા શીવ આરાધના કરવાનુ વિશેષ મહત્વ હોય છે. ભાવનગરથી માત્ર ૨૭ કિલોમીટર દૂર આવેલ કોળિયાકનુ પ્રાચીન નિષ્કલંક મહાદેવના રાત્રી દર્શન કરવા એ તમને કાંઈક અલગ રોમાંચનો અનુભવ કરાવે છે. રાત્રીના સમયે ઉપર અમાપ આકાશમા ટમટમતા તારલા અને નીચે ઘૂઘવતો દરિયો વચ્ચે હર હર મહાદેવના નાદ સાથે જીવ અને શિવનુ મીલન ખરેખર તમને કંઈક અલગ દુનિયામાં લઈ જાય છે. તો દર્શન કરવા થઈ જાવ તૈયાર શિવરાત્રીના પાવન પર્વે સમય નોંધી લેશો સાંજે ૬ઃ૦૬ થી રાત્રીના ૧૧ઃ૦૬ કલાક સુધી. (તસવીર: ગૌરાંગ પીઠડીયા)