ગુજરાતમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એન્ટિ સાયક્લોનિકની અસરથી ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનાં ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનાથી જ લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે શિયાળામાં કોલ્ડવેવની આગાહી આવતી હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નીંચુ રહેતુ હોવાના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો 50 વર્ષમાં પહેલી વાર ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામા આવી છે. ચાલુ વર્ષે શિયાળામાં લઘુતમ તાપમાનો રેકોડ બન્યો છે.
ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેથી આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં રવિવારે 0.5 ડિગ્રી અને સામાન્ય કરતાં 7.4 ડિગ્રી વધીને 38.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જેના કારણે 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. શહેરમાં સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું પણ ગરમ પવનોની અસરથી બપોર પછી ગરમીનો પારો વધતાં ભેજનું પ્રમાણ સાંજે 5.30 કલાકે ઘટીને 22 ટકાએ પહોંચ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાવમાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.
રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.