આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. આજની આ બેઠકમાં બજેટ મુદ્દ ચર્ચા થવાની છે. આજે યોજાવા જઈ રહેલ આ બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયકો પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત પેપરલીક મામલે બની રહેલા નવા કાયદા સંદર્ભે પણ ચર્ચા થશે. તો આ બેઠકમાં માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાના આયોજન અંગે ચર્ચા કરાશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર મુદ્દે ચર્ચા થશે. સાથે આજની બેઠકમાં વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન મુદ્દે પણ ચર્ચા સંભવ છે. આજની બેઠકમાં ઉનાળા દરમિયાન પાણી અને સિંચાઈ વ્યવસ્થાનો મુદ્દો ચર્ચાશે.
વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ એટલે કે આજે બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકની વાત કરીએ તો અંતિમ સમયે જે પણ જોગવાઈઓ બાકી રહી હોય અથવા તો તેમાં રકમમાં વધારો કરવાનો હોય તો તે અંગેનો નિર્ણય પણ બેઠકમાં થઈ શકે છે.
કેબનિટની બેઠકમાં નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટ મુદ્દે પણ થશે ચર્ચા. સાથે સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયકો અને સરકારના નીતિ વિષયક બાબતો અંગે પણ મંત્રીઓ ચર્ચા કરશે. નોંધનીય છે કે, બજેટ સત્ર અગાઉ આજે વિધાનસભા ખાતે શાસક પક્ષના ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ધારાસભ્યો જોડાશે. આ બેઠકમાં પણ આગામી વિધેયકો, પ્રશ્નોત્તરી મુદ્દે ચર્ચા થશે. સાથે શાસક પક્ષ વિપક્ષના આક્રોશ સામે રણનીતિ પણ ઘડશે.