સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ રાજધાની રિયાધની મધ્યમાં ન્યુ મુરબ્બા નામનું હાઇટેક શહેર બનાવવાનો નિર્ણય કર્યો છે. ન્યુ મુરબ્બા નામના હાઇટેક સિટીમાં વિશાળ સ્ટ્રક્ચર હશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સાઉદી અરેબિયાની સરકારે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં હાઈ-ટેક સિટી અને વિશાળ ઈમારત મુકાબની વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી છે. રિયાધ શહેરની મધ્યમાં જે સ્ટ્રક્ચર બનાવવામાં આવશે તેને મુકાબ (Mukaab) નામ આપવામાં આવશે. ઘણા મુસ્લિમો મુકાબના બંધારણ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાઉદી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ઈમારતના સ્ટ્રક્ચરને લઈને ફીડબેક પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું- અલ્લાહ તેને સફળ ન કરે, શરમ આવવી જોઈએ
મુકાબ પાસે ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં 20 ગણી વધુ જગ્યા હશે.આ ડ્રીમ પ્રોજેક્ટમાં એક મ્યુઝિયમ, ટેક્નોલોજી અને ડિઝાઇન યુનિવર્સિટી, એક બહુહેતુક થિયેટર અને 80 થી વધુ મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્રો હશે.રિયાધ સિટી સેન્ટરમાં બાંધવામાં આવનાર સ્ટ્રક્ચર સાઉદી પ્રિન્સના ડ્રીમ પ્રોજેક્ટ વિઝન 2030નો એક ભાગ છે. સાઉદી અરેબિયાની સરકારનું કહેવું છે કે નવી ઇમારત ‘મુકાબ’ દ્વારા દેશની આવકમાં વધારો થશે અને લોકોને રોજગારીની વધુ તકો મળશે.સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આ ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી સોવરિન વેલ્થ ફંડ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડને આપવામાં આવી છે.