ભાવનગર મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગ દ્વારા કમિશ્નરનાં માર્ગદર્શનમાં સિંધુનગરનાં હેમુ કલાણી ચોકની આસપાસ તથા તેને લગત રસ્તા પર સંકલિત કામગીરી કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ચોકથી સિન્ધુનગર સ્મશાન સુધી વરસાદી પાણીનાં કુદરતી વહેણમાં ૬૦૦ મીટર ઝાડી-ઝાંખારા -બાવળ દૂર કરી વહેણને સ્વચ્છતા હાથ ધરી ૧૦ ટન કચરો દૂર કરેલ, રોડ પરની ગોળાઈમાં આવેલ ઝાડી ઝાંખારા દૂર કરી લેવલિંગ કામ, પાણી સપ્લાયની વાલ્વ ચેમ્બર નંગ ૫ સફાઈ કામ, ચોકથી સ્મશાન સુધી, ભાંગલી ગેઇટ સુધી, સિન્ધુનગર મેઈન રોડની ધનિસ્ઠ સફાઈ કામગીરી, રોડ પર દબાણ કરવાં આવેલ ૨ કેબીન દૂર કરી રોડની ગોળાઈ ખુલ્લી કરાવેલ, રસ્તા પર આવેલ સ્ટ્રીટ લાઈટનું જરૂરિયાત મુજબનું મરામત કરાવેલ છે, ગેરકાયદેસર બાંધકામ બાબતે ૧૯ અસામીને નોટિસ આપવામાં આવેલ, ચોકની આસપાસ અને લગત રોડ પર જરુરી હોય તેવાં ઙ્ઘટ્ઠિૈહટ્ઠખ્તી મેનહોલની સફાઈ કરાવેલ. મ્યુ. તંત્રના જુદા જુદા વિભાગોએ મોડી સાંજ સુધી કામગીરી કરી હતી.