નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ફિએસ્ટા ૨૦૨૨ ના બેનર હેઠળ તા. ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ફિએસ્ટા-૨૦૨૩ યોજાશે. જેમાં ૬૦ ઇવેન્ટ માં ૨૨૦૦ થી વધુ વિધાર્થીનીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લઇ કલાના ઓજસ પાથરશે. આ સાથે ફુડ ફેસ્ટીવલનું આયોજન પણ થયું છે.
આયોજકોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર એક નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. વધુમાં ભારત આર્ત્મનિભર બનવા જઈ રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા અનેક પ્રોજેક્ટની શરૂઆત થઇ છે જેના ભાગરૂપે નંદકુવરબા મહિલા ડીપ્લોમાં ઇન ફેશન ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા શુઝ પેન્ટિંગ વિધાર્થીનીઓ દ્વારા કરીને માર્કેટમાં લોંચ કરવાની શરૂઆત કરેલ છે. આથી નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર માં યોજાનાર “ફિએસ્ટા-૨૦૨૩” યુવા મહોત્સવમાં આ સ્ટાર્ટઅપ ઇન્ડીયાના પ્રોજેક્ટના ભાગરૂપે પેન્ટિંગ કરેલા શુઝનું એક્ઝીબીશન કમ સેલ રાખવામાં આવેલ છે.
આ ચાર દિવસિય યુવા ઉત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને સાંજે વિધાર્થીનીઓ દ્વારા સંચાલિત ફૂડ ફેસ્ટીવલ યોજવામાં આવશે. જેમાં ખાણીપીણીની સાથે આ યુવા મહોત્સવની મોજ માણશે. આ ફિએસ્ટાનો તા.૨૩ ગુરુવારે સવારે ૯ કલાકે ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના મહિલા સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉધોગપતિ આદિતી અગ્રવાલ, શેરી બાલી, બિંદુબેન એસ. મહેતા અને ભાવનાબેન એ. મહેતા ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સમારોહ બાદ ઉપસ્થિત મહાનોભાવોનું સ્વાગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિની થીમ સાથે ડાન્સ દ્વારા કરવામાં આવશે.