આગામી તા.૨૬ને રવિવારે પૂ. સંત દુઃખીશ્યામ બાપાની ૨૭મી પુણ્યતિથિ મહોત્સવનું જાગનાથ મહાદેવના સાનિધ્યમાં સંત દુઃખીશ્યામ બાપા આશ્રમ ભડી ભંડારીયા ખાતે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલ છે. ભાવનગર નજીક રમણીય અને કુદરતી સૌંદર્ય ધરાવતા ભંડારીયા ખાતે જાગનાથ મહાદેવના સાનિધ્યમાં ૧૦૦૮ દુખી શ્યામબાપાનો આશ્રમ આવેલો છે જે દુઃખી શ્યામબાપાની તપોભૂમિ પણ છે. પૂણ્યતિથિ મહોત્સવમાં આ દિવસે પૂજા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. જે ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત મંગળા આરતી સવારે ૫ઃ૩૦ કલાકે ધ્વજ રોહન સવારે ૯ઃ૦૦ કલાકે પાદુકા પૂજન સવારે ૯ઃ૩૦ કલાકે અને ત્યારબાદ મહાપ્રસાદ સવારે ૧૦ઃ૩૦ કલાકથી શરૂ થશે. આ ધાર્મિક મહોત્સવ નો લાભ લેવા સંત દુઃખીશ્યામ બાપા સેવાશ્રમ ટ્રસ્ટ ભંડારીયા તરફથી અનુરોધ કરાયો છે.