ભાવનગરમાં પ્રથમવાર ૬ વર્ષથી નીચેના બાળકો માટે TIE – ભાવનગર પ્રિ-સ્કૂલ એસોસિએશન ઓપન ભાવનગર સ્પોર્ટ્સ મીટ ’23’ નામની ઈવેન્ટ લઈને આવી રહ્યું છે. આ ઇવેન્ટમાં ભાવનગરની ૭ પ્રખ્યાત પ્રિ-સ્કૂલ ૬ વર્ષથી નીચેના બાળકો એક સાથે ભેગા થવાના છે જે એક વિશિષ્ટ ઘટના છે.
તા. ૧૨-૩ ને રવિવાર સાંજે ૪:૩૦ ઇસ્કોન ક્લબ (ભાવનગર) ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ૬ વર્ષ સુધીના બાળકનુ નામ નોંધાવવા અને વધુ વિગતો માટે કિડ્સ વર્લ્ડ (ચિત્રા ફુલસર- મો. નં. 9924595323), સ્મોલ વન્ડર્સ (વિદ્યાનગર- મો.નં. 9909926464), એ એસ આઈ એસ પ્રિ પ્રાયમરી (કાળવીબીડ- 9909043535), નેસ્ટ પ્લે હાઉસ (ઘોઘા સર્કલ- 9714002599), શાંતિ જુનિયર્સ (શાસ્ત્રીનગર -7016008851), કીડઝિ (લખુભા હોલ પાસે- 9586909333) અથવા શિક્ષા પ્રિ-સ્કૂલ (હાદાનગર- 9723043224) નો સંપર્ક કરવા જણાવાયું છે.