“સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ” સાથે ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ચાલતી ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સને ૨૦૨૩-૨૪ના વર્ષનું પાંચ પીલર્સ આધારિત આત્મનિર્ભર બજેટ રજુ કર્યુ . જેમાં કૃષિ,પશુપાલન અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે જેથી વિકાસને વેગ મળી રહેશે.
કૃષિ અને પશુપાલન માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે જે ખુબ આવકારદાયક છે.
બજેટમાં કૃષિ ઉત્પાદન વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે. ખેડુતોને વીજ જોડાણ અને રાહતદરે વીજળી, ટ્રેક્ટર અને કૃષિ ઓજારો સહાય માટે જોગવાઈ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, વન્ય પ્રાણીના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે સહાય, ખેતીમાં ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય, ડેરી ફાર્મ અને પશુ એકમો સ્થાપવાની સહાય, ગૌશાળા અને પાંજરાપોળ નિભાવ માટે ૫૦૦ કરોડ, નિશુલ્ક પશુ સારવાર યોજના, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને નવા ૧૫૦ પશુ દવાખાના શરુ કરવા જેવી અનેક યોજનાઓ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે.
આમ આ બજેટમાં કૃષિ, પશુપાલન અને સહકારી ક્ષેત્રને મહત્વ આપી ખેડૂતોની આવક વધારવાના ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારને ચરિતાર્થ કરતા આ બજેટથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે. તેમ મહેન્દ્રભાઈ પનોતે અંતમાં ઉમેર્યું હતું.