ઈડીએ ગઈકાલે શુક્રવારે જવેલરીનાં વેપારી કેરળના ગ્રુપ જોય લુકકાસના માલીક જોય અલ્લુકાસ વર્ગીસની 305 કરોડની સંપતિ જપ્ત કરી હતી. કંપનીએ હવાલા મારફતે દુબઈમાં ભારે માત્રામાં કથિત રીતે રોકડ ટ્રાન્સફર કરવાના મામલામાં ફેમા કાયદા અંતર્ગત ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ 22 ફેબ્રુઆરીએ ત્રિશુર મુખ્યાલયવાળા સમુહનાં અનેક પરિસરોમાં તલાસી લીધી હતી. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી સંપતીઓમાં 33 અચલ સંપતિઓ (81.54 કરોડ રૂપિયાના મુલ્યની) સામેલ છે. જયારે 5.58 કરોડ રૂપિયાની ત્રણ એફડી જમા રકમ અને જોય લુકકાસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (મુલ્ય 217.81 કરોડ રૂપિયા)ના શેર પણ જપ્ત કરાયા છે. આ સંપતિઓનું કુલ મુલ્ય 305.84 કરોડ રૂપિયા છે.