Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધો.1 થી જ શાળામાં ગુજરાતી ફરજીયાત: વિધેયક રજુ

કોઈપણ બોર્ડ સાથે જોડાયેલી અને લઘુમતી સહીત તમામ શાળાઓને લાગુ થશે: નિયમ ભંગ બદલ દંડ-માન્યતા રદ સહીતની આકરી જોગવાઈ

aaspassdaily by aaspassdaily
2023-02-28 13:03:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાનું ફરજીયાત કરતુ વિધેયક આજે વિધાનસભામાં પેશ કરવામાં આવ્યું હતું. જેમાં કાયદા-નિયમભંગ બદલ શાળાઓની માન્યતા રદ કરવા, દંડ ફટકારવા સહીતની જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે વિધેયક રજુ કરાયા પૂર્વે છેલ્લી ઘડીએ અમુક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા.
રાજયના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આજે રાજય વિધાનસભામાં ફરજીયાત ગુજરાતી ભાષાનાં શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક-2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધેયકની જોગવાઈ પ્રમાણે તમામ શાળાઓમાં ધો.1 થી 4 ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજીયાત કરતી જોગવાઈ કરવામાં આવી છે.આ નિયમનો ભંગ કરતી શાળાઓને દંડ ફટકારવાની તથા માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતી સહીત તમામ ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને પણ તે લાગુ પડશે.એટલુ જ નહિં ગુજરાત કે અન્ય કોઈપણ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓને લાગુ પડશે.
આ વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડનાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કેટલીક ભુલ રહી જતાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો.1 થી 4 ગુજરાતી વિષય ભણાવવાનો અમલ કરવા વિશે અસ્પષ્ટ જોગવાઈ હોવાનું ધ્યાનમાં આવતા 1લા ધોરણથી જ અમલ કરવાની ચોખવટ કરતી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી હતી. આ સિવાય શિક્ષણ બોર્ડ, શાળાઓ વગેરેના મુદ્દે પણ સ્પષ્ટ શબ્દોલ્લેખ કરાયા હતા. ગુજરાતમાં અનેક શાળાઓ ગુજરાતી વિષય ભણાવતી ન હોવાના મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો. જેને પગલે ખુદ સરકારે જ પહેલ કરીને ગુજરાતી વિષય ફરજીયાત કરતો કાયદો ઘડીને વિધેયક આજે વિધાનસભામાં પેશ કર્યું હતું.

Tags: billgujaratgujaraticompulsory in educationvidhansabha
Previous Post

ધરપકડને પડકારતા મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

Next Post

સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

સ્વચ્છતા અભિયાનને હાંસી પાત્ર બનાવતું બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ, પાર્કિંગ સ્પેસમાં કચરો અને ભંગારના ખડકલા

સ્વચ્છતા અભિયાનને હાંસી પાત્ર બનાવતું બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ, પાર્કિંગ સ્પેસમાં કચરો અને ભંગારના ખડકલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.