ભાવનગર, તા.૧
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ
જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. ભરવાડને ખાનગી બાતમી આધારે વીરપુર ગામથી સનાળા રોડ, પરબવાળી સીમ, તા.જેસર, જી.ભાવનગરવાળાની માલીકીની વાડીમાં અફીણના નાના- મોટા છોડ વજન ૧૪૭ કિલો ૦૨૦ ગ્રામ કિં.રૂ. ૧૪,૭૦,૨૦૦/- તથા મોબાઇલ ફોન સહીત કુલ કિ.રૂા.૧૪,૭૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે દોલુભાઇ વિહાભાઇ ગોહિલ ઉ.વ.૪૭ને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી,એસ.ઓ.જી.ના અના. હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ગોહિલે જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.