બોટાદ, તા.૧
બોટાદ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને દારૂ અંગે કડક અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે બોટાદ LCB શાખાના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પો.સ.ઇ.એસ.બી.સોલંકી ને મળેલ બાતમી આધારે એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા એ.યુ.મકવાણા, અશોકભાઇ રામજીભાઇ બાવળીયા, રામદેવસિંહ હરીસિંહ ચાવડા, રામદેવસિંહ દેવુભા મોરી સહિતે ગઢડા પો.સ્ટે. તાબાના પુર્વ ગઢાળી ગામે કિશોરસિંહ અનીલસિંહ ગોહીલના જુના પડતર મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૬૪ કિ.રૂ. ૨૪,૫૧૦ તથા બીયર ટીન નંગ -૧૦ કી.રૂ .૧૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૨૫,૫૧૦ ના જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) મુજબ ધોરણસરની કાર્યવાહી થવા ગઢડા પો.સ્ટે.માં સરકાર તરફે ગુન્હો દાખલ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે.