વ્હોટ્સએપએ જાન્યુઆરી 2023માં 2.9 મિલિયન એકાઉન્ટ્સ બંધ કર્યાના સમાચાર સામે આવ્યા છે. મેટાનાં ગ્લોબલ ઈંસ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મવ્હોટ્સએપએ એકસાથે ભારતનાં 29 લાખ વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દીધાં છે. સાવચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. આ જાણકારી મહિનાનો રીપોર્ટ જાહેર કરતા આપવામાં આવી છે.
વ્હોટ્સએપએ IT નિયમ 2021 અનુસાર જાન્યુઆરી 2023માં ઉપયોગ કર્તાઓની ફરિયાદો અને વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારતમાં કુલ 29 લાખ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. કંપનીએ પોતાનો મંથલી રીપોર્ટ આપતા જણાવ્યું હતુ કે, 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે 2,918,000 વ્હોટ્સએપ એકાઉન્ટ્સ પર બેન લગાવાવમાં આવ્યો છે. તેમાંથી 1,038,000 ખાતાઓને સાવચેતીનાં ભાગરૂપે બેન કરાયા છે.