વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધન કરતાં ભારત આવી પહોંચેલા જી-20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠક એકતા, એક હેતુ અને કાર્યવાહીની એકતાની જરૂરિયાતને બળ આપે છે. મને આશા છે કે આજની તમારી બેઠક સામાન્ય અને સજ્જડ હેતુને પ્રાપ્ત કરવા માટે એક સાથે આવવાની ભાવનાને દર્શાવશે. મોદીએ કહ્યું કે ભારત વૈશ્ર્વિક સાઉથનો અવાજ છે. આ બેઠક શરૂ થતાં પહેલાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા હતભાગીઓ માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ બેઠક દિલ્હીમાં મળી રહી છે. બેઠક પહેલાં ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે જર્મનીના વિદેશમંત્રી અન્નાલીના બાઈબૉકની આગેવાની કરી હતી. તેઓ બેઠકમાં ભાગ લેવા માટે નવીદિલ્હી આવ્યા છે. આજે બેઠકમાં સામેલ થવા માટે સઉદી અરબ, ચીન, ઈન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયાના વિદેશમંત્રી ભારત પહોંચ્યા છે. જી-20 દેશોના વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે તમામે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે બહુપક્ષવાદ આજે સંકટમાં છે. દ્વિતીય વિશ્ર્વયુદ્ધ બાદ બનાવવામાં આવેલી વૈશ્ર્વિક શાસનની વાસ્તુકલાના બે કાર્યોને પૂર્ણ કરવા માટે હતી. તેમાં પહેલી પ્રતિસ્પર્ધી હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને રોકવા માટષની હતી જ્યારે બીજી સામાન્ય હિતના મુદ્દે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે હતી.
તેમણે કહ્યું કે, નાણાકીય સંકટ, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધના પાછલા થોડા વર્ષોના અનુભવથી સ્પષ્ટ છે કે, વૈશ્ર્વિક શાસન પોતાના બન્ને જનાદેશમાં નિષ્ફળ રહ્યું છે. કોઈ પણ જૂથ પોતાના નિર્ણયોથી સૌથી વધુ પ્રભાવિત લોકોની વાત સાંભળ્યા વગર વૈશ્ર્વિક નેતૃત્વનો દાવો ન કરી શકે. આ બેઠક વૈશ્ર્વિક વિભાજનના સમયે મળી રહી છે.