બાળકો અને યુવાનોના પ્રિય એવા રંગોત્સવના પર્વ ધુળેટીની ઉજવણી કરવાનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોત્સવ પર્વની અનોખી પરંપરા છે. રંગબેરંગી કલર ભેળવેલી પીચકારીઓ સાથે બાળકો એક બીજાને રંગવાની મજા માણશે. જ્યારે યુવાનો અને યુવતીઓ પણ એક બીજા સાથે રંગોત્સવ પર્વ મનાવવા આતુર બન્યા છે. ત્યારે ભાવનગર શહેરની બજારમાં જાત ભાતના કલરો તથા પીચકારીઓનુ ધૂમ વેચાણ શરૂ થઈ જવા પામ્યું છે.
બજારમાં અવનવી ડિઝાઈનવાળી આધુનિક પિચકારીઓ ખરીદવા બાળકોમા અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે શહેર અને જિલ્લાની શાળાઓમાં પણ બાળકો માટે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પણ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ એકબીજા સાથે રંગે રમ્યા હતા.