9 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે જેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ક્રિકેટ મેચ નિહાળશે. જેને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ સાથે જોશે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી આ પ્રસંગ વધુ ખાસ બનશે. અને આ મેચ પણ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે
અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. 9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે મેચ રમાવાની છે ત્યારે બંને દેશોના પ્રધાનમંત્રી મેચ નિહાળવા અમદાવાદ આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટેસ્ટ મેચના દિવસે ખીચોખીચ ભરાશે. સ્ટેડિયમ ભરવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમ ક્ષમતા પ્રમાણે આખુ ભરાશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ સંપૂર્ણ ભરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ જોશે. આ મેચ ભારત-ઓસ્ટ્રેલિય વચ્ચે રમાવાની છે. આ મેચ તમામ વિધાનસભા વાઈઝ 500 જેટલા કાર્યકર્તાઓ પણ મેચ નીહાળશે.
સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ભાજપ શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને ટિકિટ અપાશે. આ મેચમાં બંન્ને દેશના વડાપ્રધાન આવવાના હોઈ સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ સતત પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ અમદાવાદમાં ખાતે રમાવાની છે.






