ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-વુમન્સ વિંગ ભાવનગર,ઇનર વ્હીલ ક્લબ ભાવનગર અને આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત ભાવનગર દ્વારા “સાયકલોથોન ફોર વુમન” રવિવાર સાંજે ૫:૩૦ કલાકે યોજાયેલ. મહિલા દિવસ નિમિત્તે ,શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ માટે સાયકલોથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

“માનસિક સુખાકારી અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર” અંતર્ગત “સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત” થીમ આધારિત આયોજિત “સાયકલોથોન ફોર વુમન” ઇવેન્ટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર તેમજ મેડિકલ કોલેજ ભાવનગરનો ખાસ સહકાર પ્રાપ્ત થયેલ. સાયકલોથોન ઇવેન્ટ રૂટ મેડિકલ કોલેજ ભાવનગર થી નિલમબાગ સર્કલ, જ્વેલસ સર્કલ, પાણીની ટાંકી, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, આઈ. એમ. એ. હોલ – ડોન ચોક, ક્રેસન્ટ સર્કલ, કાળા નાળા, અને પરત મેડિકલ કોલેજ પરત ફરેલ.







